આધોઈ ગામ માં BSNL નેટવર્ક ટાવર છેલ્લા ૭-૮ દિવસ થી ઠપ્પ પડ્યું છે.
મળતી વિગતો મુજબ તેમજ ગામના લોકો અને આજુબાજુના નરા ગામનાં લોકોને માત્ર BSNL નેટવર્ક મળતો હોય અને છેલ્લા અઠવાડિયાથી ટાવર નાં હોવાથી રોષ જોવા મળ્યો છે.
ભચાઉ BSNL Office ને ટાવર રીપેરીગ માટે અવાર નવાર રજૂઆત કરતા તેમના દ્વારા PGVCL લાઈટ નું ફોલ્ટ બતાવ્યો હતો, અને સંતોષકારક જવાબ મળ્યો હતો. પરતું આટલા દિવસો પછી મોબાઈલ ટાવર બંધ રહેવાથી BSNL વપરાશકારોમાં અસંતોષની લાગણી જોવા મળી છે.
તેમજ આધોઈ માં એક BSNL ટેકનીશીયન હતા જે થોડા સમય પહેલા નિવૃત થયા બાદ BSNL ટાવર અને સર્વિસ ની સાવ કફોડી હાલત થઇ ગઈ છે. તેમને વાત કરતા જણાવ્યું મારી પાસે BSNL સીમ છે ઘરે ફોન કરવું છે. પણ છેલ્લા ૭ થી ૮ દિવસ થી નેટવર્ક નાં હોવાથી વાત થઇ શકતી નથી
BSNL માં કંપની સરકારી હોવાથી આવા ધાંધિયા જોવા મળે છે, જયારે બીજા કોઈ નેટવર્ક એક કલાક પણ બંધ જોવા મળતા નથી . આવી સર્વિસના લીધે રોજબરોજ BSNL કંપની છોડી બીજા કપની માં જવા લાગે છે. જેનો મોટા પાયે સરકારને નુકશાન આવ છે.
BSNL નું નેટવર્ક ઝડપથી કાર્યરત થાય અને ભવિષ્યમાં આવી સમસ્યા ઉભી નાં થાય તે માટે જવાબદાર અધિકારીઓએ યોગ્ય પગલા લેવા જોઈએ અને BSNL ને ટકાવી રાખવા પ્રયત્ન કરવા જોઈએ.
BSNL વપરાશકર્તાની સમસ્યાનું ઝડપથી નિકાલ થાય તો સારું.


0 Comments