ભારતમાં પ્રતિબંધિત એપ્લિકેશનનું ફક્ત ડાઉનલોડ બંધ




ભારતીય ઇન્ટરનેટ યુસરમાં હાલમાં ટિકટોકનો ટ્રેડ ચાલી રહ્યો છે.
નાના છોકરાઓથી લઈને ફિલ્મના સેલિબ્રિટી ટીકટોક સાથે જોડાયેલ છે.પરંતુ આ ટીકટોક ચીનની એક એપ છે જેમાં કાલે
 ભારત સરકાર દ્વારા આ એપ સિવાયની બીજી 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. 


ભારત સરકારના નિર્ણય બાદ ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. 
જેના અમલવારી તરીકે આજ સવારથીજ ગૂગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
પરંતુ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર માંથી કાઢ્યા બાદ પણ લોકોના મોબાઈલ ની એપ્લિકેશન કાર્યરત છે.
આ પ્રતિબંદ ફક્ત જોવા જઈએ તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ના ડાઉનલોડ કરી શકવા જેટલો છે.


હાલમાં વચગાળાનું પ્રતિબંધ લાગવાવમાં આવ્યું છે. જેમાં ફક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાતી નથી અને થર્ડપાર્ટી વેબસાઈટ
ઉપરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
આવી ચીની એપ્લિકેશન ખરેખર બંધ કરવા માટે 
ઇન્ટરનેટ સર્વીસ પ્રોવાઇડર દ્વારા જો આ એપ્લિકેશનનું સર્વર નું  એક્સેસ બંધ કરી દેવામાં આવે તો આવી 
ચાઈનીઝ એપ્લિકેશન સંપૂર્ણ બંધ થઈ શકે છે.
આજે એપ ડાઉનલોડ થતી નથી પરંતુ યુસરના મોબાઈલમાં કાર્યરત છે. જેમાં  ટીકટોક ,
પબજી, તથા કેમસ્કેનર જેવી પ્રખ્યાત એપ્લિકેશન કાર્યરત છે.


ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા એક્સેસ બંધ કર્યા બાદ મુખ્યવે ઓનલાઇન એપ બંધ કરી શકાશે.
પરંતુ જે એપ ઇન્ટરનેટ વગર કામ કરે તેને બંધ કરવી મુશ્કેલ છે અને તેનો વપરાશ થઈ રહેશે.







તમારી આસપાસ થતી ઘટનાની માહિતી મોકલવા
અમારી ઓફિશિયલ Gmail Id પર મેઈલ કરો.

Kutchnewstak@gmail.com

Post a Comment

0 Comments